તમે અનુવાદક છો ? અહીં ક્લિક કરો

સર્વસામાન્ય રીતે પૂછવામાં આવતાં પ્રશ્નો (એફએક્યૂ)

1. અનુવાદક કોણ છે?
ઉત્તર – અનુવાદક દેવનાગરી પર હોસ્ટ કરવામાં આવેલ આપના સૉફ્ટવેર લૉકલાઇઝેશન પ્રોજેક્ટમાં અનુવાદ સ્ટ્રિંગ કરનારા લોકો છે. તેમને પ્રોજેક્ટ લૉકલાઇઝેશન મેનેજર દ્વારા એક કે એકથી વધુ ભાષાઓમાં અનુવાદ કરવા માટે કામ સોંપવામાં આવે છે.

2. હું એક સૉફ્ટવેર લૉકલાઇઝેશન પ્રોજેક્ટમાં કેટલા અનુવાદકને ઉમેરી શકું છું?
ઉત્તર – પ્રોજેક્ટ દિઠ અનુવાદકોની સંખ્યા મર્યાદિત નથી.

3. હું મારા સૉફ્ટવેર લૉકલાઇઝેશન પ્રોજેક્ટનો અનુવાદ કરવા માટે અનુવાદકોને કેવી રીતે શોધું?
ઉત્તર – ઉપલબ્ધ અનુવાદકોની કોઈ સૂચિ નથી જેમાંથી તમે તેમને પસંદ કરી શકો છો, આપે આપના અનુવાદકોને જાતે લાવવાના રહેશે. જોકે, આપ આપના લૉકલાઇઝેશન પ્રોજેક્ટને સાર્વજનિક કરી શકો છો અને તમે જ્યાં પણ કાર્ય કરી શકો તેમ હો ત્યાં તેની લિંક શૅર કરી શકો છો, જેથી સંભવિત અનુવાદક તેના વિશે જાણી શકે અને સામેલ થવા માટે જણાવી શકે.

4. હું મારા પ્રોજેક્ટમાં અનુવાદકની પહોંચને કેવી રીતે નિયંત્રિત કરી શકું?
ઉત્તર – તમે તમારા પ્રોજેક્ટમાં એક અનુવાદકની પહોંચને ઉપર નેવિગેશન બારમાં અનુવાદક વિભાગમાંથી મંજૂર, અવરોધિત કે રદ કરી શકો છો. અવરોધિતનો વિકલ્પ યોગદાન આપાનારાઓને દૂર કર્યા વગર પ્રોજેક્ટ સુધીની પહોંચને અવરોધિત કરે છે, જ્યારે રિવોક (રદ)નો વિકલ્પ તેને સંપૂર્ણપણે દૂર કરી દે છે. આ સાથે જ, એક અનુવાદકને પ્રોજેક્ટ સેટિંગ્સમાંથી એડમિનિસ્ટ્રેટરની ભૂમિકા આપવામાં આવી શકે છે.

5. શું ઘણાં બધાં યોગદાન આપનારા એક જ ભાષાનું લૉકલાઇઝેશન કરવા પર કામ કરી શકે છે?
ઉત્તર – હા, અનુવાદ પ્લેટફોર્મ દેવનાગરી યોગદાન આપનારની સંખ્યા પર કોઈ પ્રતિબંધ લગાવતું નથી. જ્યારે એક જ ભાષા પર ઘણા બધાં અનુવાદકો કામ કરી રહ્યાં હોય ત્યારે આ વાસ્તવિક્તા અનુવાદકોને જણાવવા માટે ઉપર એક નોટિફિકેશન દેખાય છે. પ્રત્યેક યોગદાન આપનાર વ્યક્તિ કયો ચોક્કસ અનુવાદ કરી રહ્યાં છે તેને દેવનાગરી રીયલ ટાઇમમાં પણ દર્શાવે છે.

6. જો હું મારા પ્રોજેક્ટમાં ફેરફાર કરું તો શું અનુવાદકોને દેવનાગરીમાંથી નોટિફિકેશન મળે છે?
ઉત્તર – તેમને આપમેળે નોટિફિકેશન નથી મળતી. આપે જમણી બાજુ આપવામાં આવેલ વિકલ્પ મેનૂમાં જઈને અને નોટીફાઈ ટ્રાન્સલેટર પર ક્લિક કરીને તેમને એક નોટિફિકેશન મોકલી શકો છો.

7. શું હું દેવનાગરી પર પોતાના અનુવાદકો સાથે સંવાદ કરી શકું છું?
ઉત્તર – તમે તેમને પોતાના પ્રોજેક્ટ અપડેટ અંગે નોટિફિકેશન મોકલી શકો છો. તમે ઈ-મેઇલ દ્વારા તેમનો સંપર્ક પણ કરી શકો છો. ‘ટ્રાન્સલેટર’ વિભાગમાં તેમના નામની બાજુમાં આપવામાં આવેલ આઇકન તેમના ઈ-મેઇલ એડ્રેસને દર્શાવે છે. ટિપ્પણીના વિભાગનો ઉપયોગ લૉકલાઇઝ્ડ કરવાની ચોક્કસ સ્ટ્રિંગ્સ અંગે આપના અનુવાદકોને માહિતી પૂરી પાડવા માટે પણ કરી શકો છો.

8. એક એડમિનિસ્ટ્રેટરના કાર્યો કયા છે?
ઉત્તર – એક એડમિનિસ્ટ્રેટર અનુવાદકને ઉમેરવા અને દૂર કરવા તથા પ્રોજેક્ટને દૂર કરવા સિવાય દેવનાગરી લૉકલાઇઝેશન પ્રોજેક્ટની અંદર એક પ્રોજેક્ટ ઑનરની જેમ બધું જ કરી શકે છે.

9. ટ્રાન્સલેશન પ્લેટફોર્મ દેવનાગરીની સાથે હું કઈ લૉકલાઇઝેશન ફાઇલનો ઉપયોગ કરી શકું છું?
ઉત્તર – તમે નીચે જણાવેલ લૉકલાઇઝેશન ફોર્મેટ્સમાંથી સ્ટ્રિંગ મેળવી શકો છોઃ .po અને .pot, Excel .xls અને .xlsx, Apple .strings, આઇઓએસ .xliff, Google એન્ડ્રોઇડ .xml, જાવા .properties અને માઇક્રોસોફ્ટ વિન્ડોઝ .resx તથા .resw ફાઇલો.

10. હું દેવનાગરી લૉકલાઇઝેશન પ્રોજેક્ટમાં પોતાના નિયમ અને અનુવાદ કેવી રીતે મેળવી શકું?
ઉત્તર – પોતાના ડેશબૉર્ડ સુધી પહોંચો અને તેને ખોલવા માટે પોતાની માલિકીના પ્રોજેક્ટના નામ અથવા પ્રોગ્રેસ સર્કલ પર ક્લિક કરો. જમણી બાજુ વિકલ્પ મેનૂમાં ઇમ્પોર્ટ સંદર્ભ બટન દબાવો અને ત્યારબાદ પોતાના કમ્પ્યૂટર પર ફાઇલને તેની લૉકેશનમાંથી પસંદ કરો. આપ આપના પ્રોજેક્ટમાં કોઈ એક ભાષામાં લૉકલાઇઝેશન ફાઇલ અપલૉડ કરતી વખતે અનુવાદ ઇમ્પોર્ટ કરવાનું પણ પસંદ કરી શકો છો. ફાઇલમાંથી ઇમ્પોર્ટ ટ્રાન્સલેશનને દબાવીને એક લેન્ગ્વેજ પેજમાંથી અનુવાદ પ્રાપ્ત કરવાનું પણ શક્ય છે.

11. શું દેવનાગરી ઇમ્પોર્ટ કરવા પર મારા પ્રોજેક્ટમાં નવા નિયમો ઉમેરી રહી નથી?
જ્યારે તમે કોઈ પ્રોજેક્ટમાં શબ્દ ઉમેરવા ઇચ્છતા હો ત્યારે આપ પ્રોજેક્ટ પેજ (ભાષાના પેજમાં નહીં)માં ઇમ્પોર્ટ ફંક્શનનો ઉપયોગ કરવાનું સુનિશ્ચિત કરો.

12. શું હું ગિટહબ એકાઉન્ટમાંથી ફાઇલ મેળવી શકું છું?
પોતાના ગિટહબ પ્રોજેક્ટને એકીકૃત કરવા માટે કોઇપણ ઇમ્પોર્ટ પેજ પર જાઓ (પ્રોજેક્ટ પેજમાં રહેલ ઇમ્પોર્ટ ટર્મ્સનું બટન અથવા તો કોઈ લેન્ગ્વેજ પેજમાં આપેલ ફાઇલ બટનમાંથી ઇમ્પોર્ટ ટ્રાન્સલેશન બટનનો ઉપયોગ કરો) અને ગિટહબ આઇકનને શોધો. તે આપને દેવનાગરી અને મેળવવા / મોકલવાની શરતો તથા અનુવાદકો સાથે પોતાના ગિટહબ એકાઉન્ટને જોડવા માટેની મંજૂરી આપશે.

13. શું હું દેવનાગરી પ્રોજેક્ટમાં શબ્દોની સૂચિને અપડેટ કરી શકું છું?
આપ જો કોઈ વર્તમાન પ્રોજેક્ટમાં નિયમ અને અનુવાદ જોવા, સંપાદિત કરવા કે ઉમેરવા માંગતા હો, તો પ્રોજેક્ટના પૃષ્ઠ પર ક્લિક કરો અને ત્યારબાદ જમણી બાજુ આપવામાં આવેલ વિકલ્પ મેનૂ પર ક્લિક કરો અથવા તો, શરતોને ઉમેરો. આપની વર્તમાન શરતોનું એક પેજ ખુલી જશે, જેમાંથી પ્રત્યેકની પાસે સંપાદિત કરવા માટેનો આઇકન અને પેજના તળિયે જમણા ખૂણે શરતો ઉમેરવાનું બટન હશે. તમે શરતો અને અનુવાદ અપડેટ કરવા માટે ઇમ્પોર્ટ ફંક્શનાલિટીનો પણ ઉપયોગ કરી શકો છો.

14. મારી એક્સેલ વર્કશીટ યોગ્ય રીતે કામ કરી રહી નથી. હું શું કરું?
એક્સેલની ટેબલ કૉલમ્સને દેવનાગરી ટ્રાન્સલેશન પ્લેટફોર્મ મુજબ યોગ્ય ક્રમમાં ગોઠવવા માટે આ કૉલમ્સ નીચે મુજબના ક્રમમાં માહિતી ધરાવતી હોવી જોઇએઃ શરતો, અનુવાદ, સંદર્ભ, સંદર્ભ અને ટિપ્પણીઓ.

15. હું એક ભાષાના તમામ અનુવાદોને કેવી રીતે દૂર કરી શકું?
આપ જો વિકલ્પ મેનૂ પર જઈ આપના ભાષાના પેજ પર તમામ અનુવાદને ફ્લશ કરો છો તો તમે દેવનાગરી પ્રોજેક્ટમાં કોઈ પણ ભાષાના તમામ અનુવાદોને દૂર કરી શકો છો. આ સાથે જ, આપ જ્યારે નવા અનુવાદકને ઉમેરો છો ત્યારે આપ તેને રીપ્લેસ પણ કરી શકો છોઃ ફાઇલમાંથી વિકલ્પ મેનૂ ઇમ્પોર્ટ ટ્રાન્સલેશન જૂના અનુવાદોને ઓવરરાઇટ કરે છે.

16. શું એવી કોઈ પદ્ધતિ છે જેના દ્વારા હું પોતાના અનુવાદોના શબ્દોની સંખ્યા જાણી શકું છું?
હા, આપની પાસે આંકડાઓનું એક પેજ છે, જ્યાં આપ પોતાની શરતો અને અનુવાદોમાં રહેલાં શબ્દો અથવા અક્ષરોની સંખ્યા અંગે જરૂરી જાણકારી આપે છે. વિકલ્પ મેનૂમાં પોતાના પ્રોજેક્ટ પર ક્લિક કરો અને ત્યારબાદ સ્ટેટ્સ પર ક્લિક કરો.

17. ફાઇલના ફોર્મેટ્સ કયા છે, જેમાં હું પોતાના પ્રોજેક્ટને મોકલી શકું છું?
તમે Gettext .po અને .mo, JSON, PHP ઍરે, વિન્ડોઝ .resx અને .resw, એન્ડ્રોઇડ .xml, Apple .strings ફાઇલ, આઇઓએસ .xliff અને Excel .xlsમાં પોતાના લૉકલાઇઝ્ડ પ્રોજેક્ટ્સને મોકલી શકો છો.

18. એક્સપોર્ટ ફંક્શનાલિટી ક્યાં આપેલી છે / હું એક્સપોર્ટ કેવી રીતે કરી શું?
એક્સપોર્ટ ફંક્શન આપને લૉકલાઇઝેશન ફાઇલના રૂપે પોતાના કમ્પ્યૂટર પર પોતાનું અનુવાદકાર્ય સેવ કરવાની મંજૂરી આપે છે. પોતાના દેવનાગરી પ્રોજેક્ટને ખોલો અને એ ભાષા પર ક્લિક કરો જેને આપ મોકલવા માંગો છો. ભાષાનું પેજ શબ્દો અને અનુવાદોની સૂચિ સાથે ખુલી જશે. વિકલ્પ મેનૂમાં એક્સપોર્ટ બટન દબાવો અને ત્યારબાદ એ ફાઇલના પ્રકારને પસંદ કરો જેમાં આપ એક્સપોર્ટ કરવા માંગતા હો. એક્સપોર્ટ પર ક્લિક કરો અને ભાષા ફાઇલ આપના કમ્પ્યૂટરમાં સેવ થઈ જશે.

19. શું ‘રેફરેન્સ લેન્ગ્વેજ’ આપના માટે સહાયરૂપ છે?
સંદર્ભ ભાષા સેટ કરવાથી આપ પ્રોજેક્ટમાં ઉપયોગમાં લીધેલ અન્ય ભાષાઓમાં અનુવાદ જોવાની અનુમતિ આપીને પોતાની લૉકલાઇઝેશન પ્રક્રિયામાં સહાયરૂપ થઈ શકો છો. સંદર્ભ ભાષામાં શરતો પ્રત્યેક મૂળ શબ્દની ઉપર જોઈ શકાય છે.

20. શું સંદર્ભ ભાષા સ્થાયી બનાવવા માટે કોઈ પદ્ધતિ છે?
સંદર્ભ ભાષા એ જ રહે છે, જ્યારે આપ એ જ સેશન માટે દેવનાગરી અનુવાદ પ્લેટફોર્મ પર લૉગ ઑન થાઓ છો. જો આપ બ્રાઉઝરને લૉગ આઉટ કે બદલો છો ત્યારે આપે આપની સંદર્ભ ભાષા ફરીથી પસંદ કરવાની રહેશે.

21. જો હું પોતાના તમામ અનુવાદોને ફ્લશ કરવાનું પસંદ કરું છું તો સંદર્ભ ભાષા સેટ રહે છે?
હા, સંદર્ભ ભાષા ફક્ત ત્યારે જ ભૂલી જાય છે જ્યારે તમે પોતાના સેશનમાંથી લૉગ આઉટ કરો છો.

22. શું હું એક પ્રોજેક્ટમાં તમામ અનુવાદકો માટે એક ડીફૉલ્ટ સંદર્ભ ભાષાના રૂપે પોતાની ભાષાઓમાંથી કોઈ એક ભાષા સેટ કરી શકું છું?
હા, જો આપ પ્રોજેક્ટ સેટિંગ્સમાંથી પોતાના પ્રોજેક્ટ સેટિંગ્સને સંપાદિત કરો છો, તો તમે તમામ અનુવાદકો માટે પોતાની અનુવાદિત ભાષાઓને ડીફૉલ્ટ સંદર્ભ ભાષાના રૂપે સેટ કરી શકો છો.

23. ‘ઓટોમેટિક ટ્રાન્સલેશન’ ફંક્શનની જાણકારી ક્યાંથી લેવામાં આવી છે?
તમારી પસંદને આધારે ઓટોમેટિક ટ્રાન્સલેશન કાં તો Googleમાંથી અથવા તો માઇક્રોસોફ્ટના ટ્રાન્સલેશન એન્જિનમાંથી લેવામાં આવે છે.

24. ઓટોમેટિક ટ્રાન્સલેશન કેરેક્ટર્સ નિઃશૂલ્ક કેમ નથી?
ટૂંકમાં, ઓટોમેટિક ટ્રાન્સલેશન સુવિધા (કાં તો) Google અથવા Microsoft (આપની પસંદગી) દ્વારા પ્રદાન કરવામાં આવેલ ટ્રાન્સલેશન એન્જિનની સાથે કામ કરે છે અને તેઓ આપના દ્વારા અક્ષરો મુજબ કરવામાં આવેલા ઓટોમેટિક ટ્રાન્સલેશનનો ચાર્જ લે છે. પહેલા 10,000 એટી અક્ષરો અમારી પર છે, આથી આપ તેમને ચૂકવણી કરવાનું શરૂ કરતાં પહેલાં તેમની સેવાઓને પરખી શકો છો.

25. હું હજી વધુ ઓટોમેટિક અનુવાદ કેરેક્ટર્સ કેવી રીતે પ્રાપ્ત કરી શકું છું?
લૉગ ઇન થવા પર ટોચના મેનૂમાં અને ત્યારબાદ એકાઉન્ટ સેટિંગ્સ પર પોતાના યુઝરનેમ પર ક્લિક કરો. ડાબી બાજુએ આપવામાં આવેલ ઓટોમેટિક ટ્રાન્સલેશન કેરેક્ટર્સની સંખ્યાની બાજુમાં આપવામાં આવેલ આઇ નીડ મોર લિંકને અનુસરો. આપને જે પૅકેજ સૌથી યોગ્ય લાગે તે પસંદ કરો.

26. હું એક પ્રોજેક્ટની ઑનરશિપ કેવી રીતે બદલી શકું?
લૉકલાઇઝેશન પ્રોજેક્ટને કોઈ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવા માટે કૃપા કરી કૉન્ટેક્ટ ફૉર્મનો ઉપયોગ કરી અમારી ટીમનો સંપર્ક કરો.

27. હજુ પણ કોઈ સવાલ છે?
જો હા, તો આપે અમારા સપોર્ટ સેક્શનનો સંપર્ક કરવો જોઇએ, અમારી પાસે હજુ પણ વધુ સુવિધા છે. કોઇપણ સમસ્યા હોય તો અમારા કસ્ટમર સપોર્ટનો સંપર્ક કરવામાં સંકોચ અનુભવશો નહીં.